Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Gujarat

પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટન ૭,૩૦૦નો વધારો કરાયો

મોરબીના સિરામિક ઉદ્યોગને ફટકો

આંતરરાષ્ટ્રીય તણાવ, નિકાસમાં મુશ્કેલી અને મંદી વચ્ચે બળતણ મોંઘું થતાં ઉત્પાદન ખર્ચ વધવાની ભીતિથી ઉદ્યોગકારોની ચિંતા વધી

(સંપૂર્ણ સમાચાર સેવા)
મોરબી, તા.૨૪ ઓક્ટોબર ૨૦૨૬ — મોરબીનો વિશ્વપ્રસિદ્ધ સિરામિક ઉદ્યોગ છેલ્લા છ મહિના કરતા પણ વધુ સમયથી અનેક પડકારો સામે ઝઝૂમી રહ્યો છે. ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઈ ત્યારથી જ આ ઉદ્યોગ સતત ગેસ સંકટનો સામનો કરી રહ્યો છે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય સ્તરે એક્સપોર્ટ બંધ થવું અને કન્ટેનરના ભાડામાં થયેલો મતિહીન વધારો જેવા પ્રશ્નોથી ઉદ્યોગકારો પહેલાથી જ પરેશાન હતા. આ તમામ મુશ્કેલીઓ વચ્ચે હવે પ્રોપેન ગેસના ભાવમાં થયેલા વિરાટ વધારાએ સિરામિક ઉદ્યોગની કમર તોડી નાખી છે.દિવાળીના તહેવારો પૂર્વે સિરામિક ઉદ્યોગકારોને ગેસના ભાવમાં કોઈ રાહત મળવાની આશા હતી, પરંતુ તેના બદલે પડ્યા પર પાટુ વાગ્યું છે. મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટન રૂ. ૭૩૦૦નો મોટો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. કંડલા અને પોરબંદરથી મોરબી તરફ આવતા પ્રોપેન ગેસના ભાવમાં આ વધારો કરવામાં આવ્યો છે, જેનાથી ઉત્પાદન ખર્ચમાં સીધો મોટો ઉછાળો આવશે.અત્યાર સુધી નેચરલ ગેસ અને પ્રોપેન ગેસના ભાવ વચ્ચે થોડો તફાવત હતો. નેચરલ ગેસ કરતા પ્રોપેન ગેસ થોડો સસ્તો મળતો હોવાથી ઉદ્યોગકારો પ્રોપેન ગેસનો ઉપયોગ કરીને કામ ચલાવી લેતા હતા અને પ્રોડક્શન ચાલુ રાખતા હતા. પરંતુ હવે પ્રોપેન ગેસના ભાવમાં આટલો મોટો વધારો થતાં તેના ભાવ પણ નેચરલ ગેસની આસપાસ પહોંચી ગયા છે, જેના કારણે સસ્તા બળતણનો વિકલ્પ પણ હવે છીનવાઈ ગયો છે.આંતરરાષ્ટ્રીય સ્તરે યુદ્ધની સ્થિતિ હજુ સંપૂર્ણપણે શાંત થઈ નથી, જેના કારણે સિરામિક ક્ષેત્રે મંદીનો માહોલ યથાવત છે. એક તરફ તૈયાર માલનો ઉપાડ ઓછો છે અને બીજી તરફ ગેસના સતત વધતા જતા ભાવોને કારણે પ્રોડક્શન કોસ્ટ (ઉત્પાદન ખર્ચ)ને પહોંચી વળવું ઉદ્યોગકારો માટે અત્યંત મુશ્કેલ બની ગયું છે. ગેસના આ આકરા ભાવવધારાથી મોરબીના સિરામિક ઉદ્યોગકારોની ચિંતામાં ભારે વધારો થયો છે.

Related posts

રોટરી ક્લબ અમદાવાદ વેસ્ટ ઝોન દ્વારા 40 મા ઇન્સ્ટોલેશન સેરેમનીનું આયોજન, નવા પ્રમુખે સંભાળ્યો કાર્યભાર

Master Admin

અમદાવાદ શહેરના સિંધુભવન અને થલતેજમાં ચાલતા હુક્કાબાર પર દરોડા

Master Admin

“ઓરેન્ડા સ્કાયલાઇન AI માસ્ટરક્લાસ બાય be10x 2026”માં 500થી વધુ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો

Reporter1

Leave a Comment

Translate »