Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Crimenational

RSS નેતા સહિત પિતા-પુત્ર અને ભાઈની જાહેરમાં ગોળી મારી હત્યા

લખનઉમાં જમીન વિવાદે લીધો ત્રણનો જીવ

ઝાડ અને પાર્કિંગના વિવાદમાં પાડોશીએ આચર્યું હત્યાકાંડ, ઘટનાનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૩૦ ઓક્ટોબર ૨૦૨૬ — ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં ઇજીજી નેતા શિવા તિવારી સહિત ત્રણ લોકોની હત્યાનો લાઇવ વીડિયો સામે આવ્યો છે. ૨ મિનિટ અને ૫૬ સેકન્ડના આ વીડિયોમાં આરોપી ઋષભ શુક્લા પિસ્તોલથી ધડાધડ ગોળીઓ ચલાવતો જોવા મળે છે. તેણે પહેલાં શિવા તિવારીના પુત્ર સુયશને ગોળી મારી હતી. પુત્રને બચાવવા વચ્ચે પડેલા શિવા તિવારીની પણ હત્યા કરી હતી. ત્યારબાદ તેમના ભાઈ શિવેન્દ્રને નિશાન બનાવ્યા હતા. આ દરમિયાન પરિવારની મહિલાઓ અને મૃતકોની દીકરી સુમેધા જીવ બચાવવા માટે આજીજી કરતી રહી હતી. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં આરોપી એક મેગેઝિન ખાલી થયા બાદ બીજી મેગેઝિન પિસ્તોલમાં લોડ કરીને ફરીથી ફાયરિંગ કરતો જોવા મળે છે. ગોળીબાર દરમિયાન આસપાસના લોકો પણ જીવ બચાવવા માટે ભાગી જતા દેખાય છે.મળતી માહિતી મુજબ, શિવા તિવારી અને તેમના પાડોશી ઋષભ શુક્લા વચ્ચે ઝાડની આસપાસ ઓટલો બનાવવા અને ત્યાં કાર પાર્ક કરવા જેવી બાબતે વિવાદ થયો હતો. આ વિવાદમાં સૌથી પહેલાં શિવા તિવારીના પુત્ર સુયશ અને ઋષભ વચ્ચે બોલાચાલી અને મારામારી થઈ હતી. વાયરલ વીડિયોમાં બંને કાર પાસે ઝઘડતા જોવા મળે છે. આ દરમિયાન ઋષભ સુયશને નીચે પછાડીને તેના પેટમાં ગોળી મારી દે છે. પુત્રને બચાવવા માટે શિવા તિવારી દોડી આવે છે ત્યારે ઋષભ તેમના માથામાં ગોળી મારી દે છે. શિવા તિવારી જમીન પર પડી જાય છે, ત્યારબાદ પણ આરોપી તેમના પર વધુ ગોળીઓ ચલાવે છે.પિતા અને ભાઈને ગોળી વાગતાં શિવા તિવારીના ભાઈ શિવેન્દ્ર પણ ઘટનાસ્થળે પહોંચે છે. આરોપી તેમને પણ ગોળી મારી દે છે. આ દરમિયાન શિવેન્દ્રની દીકરી સુમેધા આરોપીની સામે હાથ જોડીને પિતાનો જીવ બચાવવા આજીજી કરતી જોવા મળે છે. જોકે, આરોપી તેની વાત સાંભળતો નથી અને શિવેન્દ્ર પર ફરી ગોળી ચલાવે છે. વીડિયોમાં આરોપીની બહેન પણ શિવેન્દ્રને લાકડી મારતી જોવા મળે છે. ગોળીબાર બાદ આરોપી બૂમો પાડતો જોવા મળે છે.૨ મિનિટ અને ૫૬ સેકન્ડના વીડિયોમાં આરોપી સતત ફાયરિંગ કરતો જોવા મળે છે. પિસ્તોલની એક મેગેઝિન ખાલી થયા બાદ તે બીજી મેગેઝિન લોડ કરે છે અને ફરી ગોળીઓ ચલાવે છે. ત્રણેય લોકો પર ગોળીબાર કર્યા બાદ તે પોતાના ઘર તરફ જતો રહે છે. ફાયરિંગ શરૂ થતાં જ આસપાસના લોકોમાં નાસભાગ મચી જાય છે. શરૂઆતમાં ઘટનાસ્થળે કેટલાક લોકો ઊભા જોવા મળે છે, પરંતુ ગોળીબાર થતાં જ તેઓ ત્યાંથી ભાગી જાય છે.આ ઘટનાનો વધુ એક ૨ મિનિટ અને ૩૫ સેકન્ડનો વીડિયો પણ સામે આવ્યો છે. તેમાં પોલીસકર્મીઓ ઘટનાસ્થળે પહોંચીને આરોપી ઋષભ શુક્લાને પકડી પાડ્યો છે. આરોપી પકડાયા બાદ આસપાસના લોકો ઘટનાસ્થળે એકઠા થાય હતા. ત્યારબાદ પોલીસ આરોપી, તેની બહેનો, પિતા અને કાકાને પોલીસ સ્ટેશન લઈ જાય છે.

Related posts

બાટા ઇન્ડિયાએ પ્રથમ ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા – સતત ત્રીજા ક્વાર્ટરમાં ઝડપી વૃદ્ધિ નોંધાવી

Master Admin

ભારતમાં પ્લાસ્ટિકની ચલણી નોટો લાવવા RBIની તૈયારીઓ પૂરી

Reporter1

પુનરુત્થાનથી પ્રતિબદ્ધતા સુધી: જાવા યઝદીની વિશ્વાસ જીતવાની સફર

Master Admin

Leave a Comment

Translate »