Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
businessnational

સ્વિગી ડાઇનઆઉટથી GIRF રવિ કિશનના સંગાથમાં ધ ગ્રેટ ઇન્ડિયન રવિ ફેસ્ટિવલમાં ફેરવાયું

  • GIRF (ગ્રેટ ઇન્ડિયન રેસ્ટોરન્ટ ફેસ્ટિવલ) ઝુંબેશના મુખ્ય ચહેરા તરીકે રવિ કિશનના સંગાથમાં ધ ગ્રેટ ઇન્ડિયન રવિ ફેસ્ટિવલ તરીકે પાછો આવ્યો
  • નવીનતમ GIRF “ડિસ્કાઉન્ટ ફોલોઝ માય બ્રોધાઆઆઆઆર” થીમ પર આધારિત છે
  • 14 સપ્ટેમ્બર 2026 થી 24 ઓક્ટોબર 2026 સુધી લાઇવ રહેનારા GIRFના આ એડિશન અંતર્ગત ભારતના 84થી વધુ શહેરોમાં 57,000 કરતાં વધુ રેસ્ટોરન્ટમાં 50% સુધીની છૂટ આપવામાં આવશે 

રાષ્ટ્રીય | ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૬ | ભારતના અગ્રણી ઑન-ડિમાન્ડ સુવિધા પ્લેટફોર્મ સ્વિગી (સ્વિગી લિમિટેડ, NSE: SWIGGY / BSE: 544285) દ્વારા આજે ​​સ્વિગી ડાઇનઆઉટની મુખ્ય ડાઇનિંગ વિશેષતા “ગ્રેટ ઇન્ડિયન રેસ્ટોરન્ટ ફેસ્ટિવલ (GIRF)” ફરી પાછો શરૂ થયો હોવાની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ આ વખતે તેમાં એક નવો વળાંક પણ છે. આ વર્ષે, GIRFનેની પરિકલ્પના ધ ગ્રેટ ઇન્ડિયન રવિ ફેસ્ટિવલ તરીકે કરવામાં આવી છે, જે સંપૂર્ણપણે ઇન્ટરનેટના વર્તમાન સમયમાં છવાઈ ગયેલા રવિ કિશનને કેન્દ્રમાં રાખીને કરવામાં આવી છે. આ ઝુંબેશ માટે “ડિસ્કાઉન્ટ ફોલોઝ માય બ્રોધાઆઆઆઆર” ટૅગલાઇન અપનાવવામાં આવી છે, જે રવિ કિશનના સૌથી વાયરલ સંવાદોમાંથી એકને ટ્વીસ્ટ કરીને બનાવવામાં આવી છે. આ ટૅગલાઇન ઇન્ટરનેટની મનપસંદ ઝુંબેશને GIRFના મુખ્ય વચન એટલે કે “અજેય ડાઇનિંગ ડિસ્કાઉન્ટ” સાથે સીધી રીતે જોડે છે. GIRFનું આ એડિશન 14 સપ્ટેમ્બર 2026 થી 24 ઓક્ટોબર 2026 સુધી લાઇવ રહેશે. ગ્રાહકો સમગ્ર ભારતના 84થી વધુ શહેરોમાં વિવિધ કાફે, પબ, બાર, લક્ઝરી ડાઇનિંગ અને ફેમિલી રેસ્ટોરન્ટ સહિત 57,000 કરતાં વધુ રેસ્ટોરન્ટમાં 50% સુધીની છૂટનો આનંદ માણી શકે છે. ડાઇનિંગ માટે જનારા લોકોને તમામ HDFC બેંક કાર્ડ્સ પર વધારાનું 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે, તેમજ ડાઇનઆઉટ દ્વારા કરવામાં આવતા દરેક બુકિંગ પર ડાઇનકૅશ તરીકે 10% પાછા મળી શકે છે.

GIRFનું નામ બદલવાની પ્રક્રિયા ફક્ત બ્રાન્ડિંગ કવાયત નથી પરંતુ તેનાથી ઘણી વિશેષ છે. સ્વિગી ડાઇનઆઉટની એક સાંસ્કૃતિક ક્ષણના પ્રતિભાવ તરીકે આ નામ બદલવામાં આવ્યું છે જે પહેલાંથી જ ઑનલાઇન દેખાઈ રહ્યો છે. રવિ કિશનનું નામ ભારતીય સિનેમામાં દાયકાઓથી ઘર-ઘરમાં જાણીતું છે. તેમના સંવાદો, અભિવ્યક્તિઓ અને રીતભાતને રિમિક્સ કરીને તેમજ ઇન્ટરનેટ યુઝર્સની વિશાળ પેઢી દ્વારા વ્યાપકપણે શેર કરવામાં આવતા હોવાથી તેઓ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રેન્ડ કરી રહ્યા છે. સ્વિગી ડાઇનઆઉટે માત્ર તે ક્ષણનો લાભ નથી લીધો, પરંતુ તેની આસપાસ એક આખા ફેસ્ટિવલનું પણ નિર્માણ કરી દીધું છે.

આ ઝુંબેશના ભાગ રૂપે, રવિ કિશન એક પરંપરાગત બ્રાન્ડ એમ્બેસેડરની ભૂમિકાથી આગળ વધીને સમગ્ર ફેસ્ટિવલનો ચહેરો, અવાજ અને વ્યક્તિત્વ બની ગયા છે. આ મુખ્ય ઝુંબેશ ફિલ્મમાં તેમની એક મહાન વ્યક્તિ, પોતાના જીવનના જ્ઞાનની વહેંચણી કરતા એક ફિલોસોફર તરીકે ફરી કલ્પના કરવામાં આવી છે. તેમાં “જલ્દી ધ લેટ” અને “હોમ ફ્રોમ વર્ક” જેવા ખૂબ જાણીતા ઇન્ટરનેટ-પ્રિય સંદર્ભોને બહાર જમવાની દુનિયામાં એવી રીતે પરોવી દીધા છે કે, તેમાં જે કન્ટેન્ટ પ્રતિબિંબત થાય છે તેને તેમના ચાહકો પહેલાંથી જ પસંદ કરી રહ્યા છે.

સ્વિગી ડાઇનઆઉટના AVP માર્કેટિંગ અને રેવન્યૂ ધ્રુવિશ ઠક્કરે GIRF પર વાત કરતા જણાવ્યું હતું કે, “GIRF ભારતની સૌથી મોટી ડાઇનિંગ મૂવમેન્ટ્સમાંની એક છે અને દર વર્ષે અમારો ઉદ્દેશ્ય ગ્રાહકોને ત્યાં જ મળવાનો છે જ્યાં તેઓ પહેલાંથી છે. અમે છેલ્લા કેટલાંક વર્ષોમાં GIRF માટે ટ્રેન્ડિંગ હસ્તીઓ અને ઇન્ટરનેટ આઇકોન્સ સાથે જોડાયા છીએ. આ વખતે, અમે GIRFનું ગ્રેટ ઇન્ડિયન રવિ ફેસ્ટિવલ તરીકે ફરીથી નામકરણ કરીને એક ડગલું આગળ વધ્યા છીએ. રવિ કિશન હાલમાં ફક્ત એક ક્ષણનો આનંદ નથી માણી રહ્યા – તે પોતે એક ક્ષણ છે અને છેલ્લા કેટલાક અઠવાડિયાથી સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યા છે! આ જ કારણથી ફક્ત તે લહેર પર સવાર થવાને બદલે, અમે આ વર્ષનો આખો ફેસ્ટિવલ તેમને કેન્દ્રમાં રાખીને તૈયાર કરવાનો નિર્ણય લીધો છે. અમને આશા છે કે GIRF તેના નવા અવતારમાં વધુ પ્રેક્ષકોને આકર્ષિત કરશે, કારણ કે ડિસ્કાઉન્ટ ખરેખર બ્રોધાઆઆને અનુસરે છે.”

દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, હૈદરાબાદ, કોલકાતા અને ચેન્નાઈ જેવા ભારતના સ્થાપિત ડાઇનિંગ કેપિટલ શહેરો, તેમજ ગોવા, જયપુર, ઈન્દોર, કોઈમ્બતુર, ચંદીગઢ, લખનઉ અને ઉદયપુર સહિતના ઉભરતા રાંધણકળાના સ્થળો સહિત દેશના 84થી વધુ શહેરોમાં આ ફેસ્ટિવલ ફેલાયેલો છે.

આ એડિશનમાં ગુડ ફ્લિપિન’ બર્ગર્સ, પંજાબ ગ્રીલ, યુમી, વન 8 કોમ્યુન, મેઇનલેન્ડ ચાઇના, પેરેડાઇઝ બિરયાની અને એબ્સોલ્યુટ બાર્બેક્યુઝ સહિત અન્ય લોકપ્રિય ડાઇનિંગ સ્થળો સહિત અગ્રણી બ્રાન્ડ્સની સહભાગીતા સામેલ છે.

ગ્રેટ ઇન્ડિયન રવિ ફેસ્ટિવલ સમગ્ર ડિજિટલ, સોશિયલ અને ક્રિએટર ઇકોસિસ્ટમમાં અમલમાં આવશે, જેમાં ડાઇનઆઉટ પ્લેટફોર્મ પર ઇન-એપ સ્ટોરીટેલિંગ ફોર્મેટની સાથે રવિ કિશન સમગ્ર ઝુંબેશ દરમિયાન જોડાશે થશે જેથી તેઓ હાલમાં જે રીતે ઇન્ટરનેટ પર છવાયેલા છે તેમ સમગ્ર ફેસ્ટિવલમાં પણ છવાયેલા રહે.

ફિલ્મની લિંક https://www.instagram.com/p/DdRJRxtgyeD/

== સમાપ્ત ==

Related posts

બાબા કેદારનાથ ધામના કપાટ ખુલ્યા, વહેલી સવારથી જ જામ્યો શ્રદ્ધાળુઓનો મેળાવળો

Master Admin

Toyota Kirloskar Motor Partners with Union Bank of India to Offer Comprehensive Vehicle Financing Options

Reporter1

ઉત્તરાખંડમાં ભયાનક અકસ્માત : ૨૫૦ મીટર ઊંડી ખીણમાં ખાબકી બોલેરો

Master Admin

Leave a Comment

Translate »