Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
businessnational

ટર્ટલ વેક્સે વૈશ્વિક નેતૃત્વના 80 વર્ષની ઉજવણી કરી; સીઈઓ લૌરી કિંગ ભારતની મુલાકાતે, વિસ્તરણ યોજનાઓને વેગ આપવાનો હેતુ

ઓટોમોટિવ કેર ક્ષેત્રના અગ્રણી બ્રાન્ડ ટર્ટલ વેક્સે નવીનતાના આઠ દાયકાની ઉજવણી સાથે ભારતમાં પોતાના સ્ટુડિયો નેટવર્કના વિસ્તરણને વેગ આપ્યો છે. કંપની પોતાની અદ્યતન હાઇબ્રિડ સોલ્યુશન્સ® પ્યોર બીડ કોટિંગ રજૂ કરવાની સાથે ભારતમાં વ્યૂહાત્મક રોકાણોને પણ વ્યાપક સ્તરે આગળ વધારી રહી છે.

નવી દિલ્હી | ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૬ | ઓટોમોટિવ દેખાવ અને સપાટીની સંભાળ માટેના ઉત્પાદનો ક્ષેત્રે વૈશ્વિક સ્તરે જાણીતી અગ્રણી ટર્ટલ વેક્સ, ઇન્ક. પોતાની 80મી વર્ષગાંઠની ઉજવણી કરી રહી છે. આ મહત્વપૂર્ણ સીમાચિહ્નની ઉજવણીના ભાગરૂપે કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) લૌરી કિંગે ભારતની મુલાકાત લીધી હતી, જેમાં એશિયા-પેસિફિક ક્ષેત્રમાં ટર્ટલ વેક્સના સૌથી મહત્વપૂર્ણ વૃદ્ધિ બજારોમાંના એક તરીકે ભારતની નિર્ણાયક ભૂમિકાને રેખાંકિત કરવામાં આવી હતી.

શિકાગોમાં કેમિસ્ટ બેન્જામિન હિર્શ દ્વારા સ્થાપિત ટર્ટલ વેક્સની શરૂઆત 1944માં થઈ હતી, જ્યારે હિર્શે પોતાના પરિવારના ઘરમાં સૌપ્રથમ લિક્વિડ કાર પોલિશ તૈયાર કર્યું હતું. 1946માં કાચબાના શેલના મજબૂત અને રક્ષણાત્મક સપાટીથી પ્રેરાઈને કંપનીએ ટર્ટલ વેક્સ નામ અપનાવ્યું હતું. છેલ્લાં 80 વર્ષોમાં પરિવાર દ્વારા સ્થાપિત આ બ્રાન્ડ 120થી વધુ દેશોમાં કાર્યરત વૈશ્વિક અગ્રણી કંપની તરીકે વિકસ્યું છે. પરંપરાગત કુદરતી કાર્નોબા વેક્સથી આગળ વધીને કંપની હવે અદ્યતન સિલિકોન ડાયોક્સાઇડ સિરામિક્સ, પ્યોર બીડ હાઇડ્રોફોબિક સોલ્યુશન્સ અને ગ્રાફીન નેનોટેકનોલોજી જેવી અત્યાધુનિક ટેક્નોલોજી આધારિત પ્રોડક્ટ્સ પ્રદાન કરે છે.

તેમની સત્તાવાર ભારત મુલાકાત દરમિયાન બેંગલુરુ અને દેશના મુખ્ય રિટેલ હબ્સની મુલાકાત લેતાં, સીઈઓ લૌરી કિંગે ભારતીય નેતૃત્વ, રિટેલ ભાગીદારો અને કાર ડિટેલિંગ ક્ષેત્રના ઉદ્યોગસાહસિકો સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ભારતમાં ટર્ટલ વેક્સના વ્યૂહાત્મક રોકાણોને વધુ મજબૂત બનાવવાની દિશામાં ચર્ચા કરી હતી. વૈશ્વિક સ્તરે 80 વર્ષ પૂર્ણ થવા અને ભારતની મુલાકાત અંગે ટિપ્પણી કરતાં ટર્ટલ વેક્સ, ઇન્ક નાં ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર લૌરી કિંગે જણાવ્યું હતું કે, “80 વર્ષ પૂર્ણ થવું અમારી કેમિકલ ક્ષેત્રની શ્રેષ્ઠતા પ્રત્યેની પ્રતિબદ્ધતા અને ગ્રાહકોએ ટર્ટલ વેક્સ પર મૂકેલા વિશ્વાસનું પ્રતિબિંબ છે. આ વારસાની ઉજવણી કરતી વખતે અમારી નજર નિશ્ચિતપણે ભવિષ્ય પર છે અને ભારત અમારી વૈશ્વિક વૃદ્ધિ વ્યૂહરચનાના કેન્દ્રમાં છે.

ભારતીય શહેરોમાં વાહનોના પ્રીમિયમાઇઝેશનની ઝડપી વૃદ્ધિ અને ભારતીય પરિવારો પોતાના વાહનો પ્રત્યે જે ગૌરવ અને લાગણી ધરાવે છે, તે આ બજારને અનોખું બનાવે છે. સ્થાનિક મેન્યુફેક્ચરિંગ ભાગીદારીના વિસ્તરણ, ભારતીય હવામાન અને પરિસ્થિતિઓને અનુરૂપ ઉત્પાદનો તથા ઉચ્ચ ગુણવત્તાવાળી ડિટેલિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સતત રોકાણ દ્વારા અમે આ ઉત્સાહી ઓટોમોટિવ સમુદાયને સહયોગ આપવાની યોજના ધરાવીએ છીએ.

આ મુલાકાત દરમિયાન હાઇબ્રિડ સોલ્યુશન્સ® પ્યોર બીડ રજૂ કરવું આ જ વિચારધારાનું પ્રતિનિધિત્વ કરે છે. આ પ્રોડક્ટ દ્વારા અમે ભારતીય કાર માલિકો માટે અમારી સૌથી અદ્યતન, સ્ટ્રીક-ફ્રી અને અત્યંત હાઇડ્રોફોબિક સ્પ્રે ટેક્નોલોજી લાવી રહ્યા છીએ, જે સરળતાથી ઉપયોગ કરી શકાય તેવી અને વિશ્વસનીય સપાટી સુરક્ષાની અપેક્ષા રાખતા ગ્રાહકો માટે તૈયાર કરવામાં આવી છે.”

આ મુલાકાત દરમિયાન એક મહત્વપૂર્ણ ટેકનિકલ સીમાચિહ્નરૂપે, ટર્ટલ વેક્સ ભારતમાં હાઇબ્રિડ સોલ્યુશન્સ® પ્યોર બીડ પણ રજૂ કર્યું છે. એક્સ્ટ્રીમ સ્પ્રે-ઓન કોટિંગ તરીકે એન્જિનિયર્ડ પ્યોર બીડ તરત જ મોલેક્યુલર બોન્ડ બનાવે છે, જે બ્રાન્ડના સમગ્ર પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં વોટર રિપેલન્સી પ્રદાન કરે છે. આ ફોર્મ્યુલા અત્યંત હાઇડ્રોફોબિક સુરક્ષા, સ્ટ્રીક-ફ્રી ફિનિશ અને વિવિધ સપાટીઓ પર ઉપયોગની સુસંગતતા પ્રદાન કરે છે. તેનો ઉપયોગ ગ્લોસ અને મેટ પેઇન્ટ, પીપીએફ, ગ્લાસ તેમજ એક્સ્ટિરિયર ટ્રિમ પર કરી શકાય છે અને તેના માટે કોઈ વિશેષ સાધનો કે જટિલ એપ્લિકેશન ટેકનિકની જરૂર પડતી નથી. આ અદ્યતન સુરક્ષા ટેક્નોલોજી પાણીનાં ટીપાંને અત્યંત અસરકારક રીતે સપાટી પરથી દૂર થવામાં મદદ કરે છે. સાથે જ, ધૂળ, રોડ ફિલ્મ અને અન્ય કચરો વાહનની સપાટી પર સરળતાથી ચોંટતો નથી. પરિણામે, વાહનને વારંવાર ધોવાની જરૂરિયાત ઘટે છે અને દરેક ક્લીનિંગ વચ્ચે પણ કાર લાંબા સમય સુધી નવી જેવી, તાજી ડિટેલ કરેલી દેખાય છે.

2019માં ભારતમાં પોતાની સબસિડિયરીની સ્થાપના કર્યા બાદ, ‘ટર્ટલ વેક્સ’ પરંપરાગત ડુ-ઈટ-યોરસેલ્ફ (DIY) રિટેલ મોડલને સફળતાપૂર્વક ભારતીય વાહન માલિકોને અનુરૂપ વિશિષ્ટ “‘સ્ટુડિયો-ફર્સ્ટ’‘ડુ-ઈટ-ફોર-મી’ (DIFM) ઇકોસિસ્ટમમાં પરિવર્તિત કર્યું છે. બ્રાન્ડે દિલ્હી-NCR, મુંબઈ, બેંગલુરુ, હૈદરાબાદ અને ચેન્નઈ જેવા Tier-1 મેટ્રોપોલિટન હબ્સમાં 100થી વધુ કાર્યરત કો-બ્રાન્ડેડ ‘ટર્ટલ વેક્સ કાર કેર સ્ટુડિયો’ ®નું નેટવર્ક સ્થાપિત કરીને મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. હવે કંપની ઝડપી વૃદ્ધિ ધરાવતા Tier-2 અને Tier-3 શહેરોમાં પણ વિસ્તરણને વેગ આપી રહી છે. આ નેટવર્કને 1,500 ચોરસ ફૂટના સમર્પિત ‘એક્સપિરિયન્સ સેન્ટર અને સ્થાનિક મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમનું સમર્થન મળે છે. કંપની આગામી 12થી 24 મહિનામાં 50થી વધુ નવા સ્ટુડિયો શરૂ કરવાની યોજના ધરાવે છે.

બ્રાન્ડની સ્થાનિક અસર અને વૃદ્ધિ પર ભાર મૂકતાં, ટર્ટલ વેક્સ ઈન્ડિયા અને ASEANના માર્કેટિંગ ડિરેક્ટર દિબ્યા સ્વરૂપ પાણિગ્રહીએ જણાવ્યું હતું કે, “ટર્ટલ વેક્સની 80મી વર્ષગાંઠના વર્ષ દરમિયાન અમારા સીઈઓ લૌરી કિંગની ભારત મુલાકાત વિશ્વના સૌથી ગતિશીલ ઓટોમોટિવ બજારોમાંના એક ભારત પ્રત્યે કંપનીની લાંબા ગાળાની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. વાહન માલિકી હવે વધુને વધુ ગૌરવ, જુસ્સા અને અનુભવ સાથે જોડાઈ રહી છે ત્યારે, ભારતીય પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલા સોલ્યુશન્સ તેમજ અમારી ‘ડિટેલિંગ એકેડેમી’ જેવી કૌશલ્ય વિકાસ પહેલો દ્વારા ગ્રાહકોને તેમના વાહનોની જાળવણી અને દેખાવ વધુ સુંદર બનાવવામાં મદદ કરવા અમે પ્રતિબદ્ધ છીએ.

ભારતીય બજારમાં Pure Bead રજૂ થવાથી દૈનિક વાહનચાલકો અને ડિટેલિંગના શોખીનોને અત્યંત સરળ અને વિશ્વસનીય હાઇડ્રોફોબિક ટેક્નોલોજીનો લાભ મળશે, જે ભારે ધૂળ અને તીવ્ર ચોમાસા દરમિયાન પણ વાહનોને સ્વચ્છ અને સુંદર રાખવામાં મદદ કરશે. અમારું માનવું છે કે ભારત વૈશ્વિક સ્તરે સૌથી વધુ જીવંત ઓટોમોટિવ ઉત્સાહી બજારોમાંનું એક બનવા માટે તૈયાર છે અને ટર્ટલ વેક્સને આ સફરમાં સહયોગ આપવાનો ગર્વ છે.”

ભારતમાં સતત વિકસતી ઓટોમોટિવ સંસ્કૃતિ અંગે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતમાં ઓટોમોટિવ કલ્ચરનું ભવિષ્ય માત્ર આપણે શું ચલાવીએ છીએ તેના વિશે નથી, પરંતુ આપણે જે વાહન ચલાવીએ છીએ તેની કાળજી કેવી રીતે રાખીએ છીએ તે પણ એટલું મહત્વનું છે. પછી તે હિમાલયની સફર માટે તૈયાર કરવામાં આવેલી મોટરસાઇકલ હોય, રોડ ટ્રિપ પર જતી પરિવારની SUV હોય કે શહેરના ગેરેજમાં પાર્ક કરાયેલ EV હોય—વાહન માલિકીનો ગૌરવ ભારતના વધતા જતા ઓટોમોટિવ ઉત્સાહી સમુદાયને જોડતી સામાન્ય કડી બની રહ્યો છે.” 

ટર્ટલ વેક્સ પોતાના નવમા દાયકામાં પ્રવેશી રહ્યું છે ત્યારે, કંપની વિશ્વભરના કરોડો વાહનચાલકોની સફરને વધુ સુવિધાજનક અને શ્રેષ્ઠ બનાવવા માટે વૈશ્વિક કેમિકલ ક્ષેત્રની નિષ્ણાતી સાથે સ્થાનિક જરૂરિયાતોને અનુરૂપ ઉત્પાદનો, સેવાઓ અને ભાગીદારીનું સંયોજન જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છે.

== સમાપ્ત ==

Related posts

હાઉસ ઓફ વેડિંગ: સહયોગ, જોડાણ અને પ્રગતિના પાયા પર બનેલી એક કમ્યુનિટી

Master Admin

SS Innovations Unveils India’s First Mobile Tele-Surgical Unit, MantraM, at the Second Global SMRSC 2025

Reporter1

૫૪૦૦૦ કરોડના ડિજિટલ ફ્રોડ સરકારની બેદરકારી : સુપ્રીમ

Master Admin

Leave a Comment

Translate »