Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Crimenational

૫૪૭ ગ્રામ ડ્રગ્સ સાથે બે વિદેશી નાગરિકોની ધરપકડ

મુંબઈમાં DRIની મોટી કાર્યવાહી

જપ્ત કરાયેલા માદક પદાર્થને નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સિસ એક્ટ એટલે કે એનડીપીએસ એક્ટ ૧૯૮૫ની કલમો હેઠળ જપ્ત કરવામા આવ્યો

(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ, તા.૨૯ ઓગસ્ટ ૨૦૨૬ — મુંબઈમાં ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ એટલે કે DRI દ્વારા ડ્રગ્સ તસ્કરી વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તપાસ એજન્સીએ બાતમીના આધારે મિરા રોડ વિસ્તારમાંથી ૫૪૭ ગ્રામ શંકાસ્પદ માદક પદાર્થ જપ્ત કર્યો છે. આ મામલામાં કેન્યાની એક મહિલા અને નાઈજીરિયન સહિત ૨ વિદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે.આ સમગ્ર ઓપરેશન અંગે મળેલી માહિતી અનુસાર, DRIની મુંબઈ ઝોનલ યુટને બાતમી મળી હતી કે ઇન્દોરથી મુંબઈ આવતી બસ મારફતે ડ્રગ્સનો મોટો જથ્થો લાવવામાં આવી રહ્યો છે. આ ચોક્કસ બાતમીના આધારે અધિકારીઓએ મિરા રોડ પર વોચ ગોઠવી હતી અને બસમાંથી ઉતરેલી કેન્યાઈ મહિલાને અટકાવીને તેની તલાશી લીધી હતી.તલાશી દરમિયાન મહિલાના બેગમાંથી આશરે ૫૪૭ ગ્રામ શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો હતો, જેની પ્રાથમિક તપાસમાં તે કોકેઈન અથવા મેથાક્વાલોન હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. આ ગેરકાયદેસર ડ્રગ્સની ખેપ સ્વીકારવા માટે એક નાઈજીરિયાનો નાગરિક ત્યાં પહોંચ્યો હતો, જેને એજન્સીએ તુરંત જ ઝડપી લીધો હતો.જપ્ત કરાયેલા માદક પદાર્થને નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સિસ એક્ટ એટલે કે એનડીપીએસ એક્ટ ૧૯૮૫ની કલમો હેઠળ જપ્ત કરવામાં આવ્યો છે. હાલમાં બંને આરોપીઓની કસ્ટડી મેળવીને આગળની કાયદેસરની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ડીઆરઆઈની ટીમ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટના મુખ્ય સૂત્રધાર અને આ રેકેટ સાથે જોડાયેલા અન્ય સાગરિતોની શોધખોળ કરી રહી છે.

Related posts

SIR બાદ ૧૨ રાજ્યો, સંઘપ્રદેશોની યાદીમાંથી ૬ કરોડ મતદાતાઓ ઘટ્યા

Master Admin

આ માત્ર રાષ્ટ્રપતિ જ નહીં, પણ બંધારણનું અપમાન’

Master Admin

મારું કામ તો ભાષણ આપી જનતાને મૂર્ખ બનાવીને વોટ લેવાનું છે

Master Admin

Leave a Comment

Translate »