અમદાવાદ, ગુજરાત | ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૬ | અમદાવાદના યુવા ઉદ્યોગસાહસિક, યુથ મોટિવેશનલ સ્પીકર તથા સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ સાથે લાંબા સમયથી સક્રિય રીતે જોડાયેલા વત્સલ દીક્ષિતને કેરળના કોચી ખાતે યોજાયેલા પ્રતિષ્ઠિત HOSPEX Healthcare Expo 2026 દરમિયાન ‘Best Startup Mentor of the Year’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
વત્સલ દીક્ષિત છેલ્લા ઘણા વર્ષોથી યુવા ઉદ્યોગસાહસિકો અને સ્ટાર્ટઅપ્સને માર્ગદર્શન આપવા, તેમના વિચારોને વ્યવસાયિક સ્વરૂપ આપવામાં મદદ કરવા તથા નવીનતા અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે સક્રિયપણે કાર્ય કરી રહ્યા છે. તેઓ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ, ઉદ્યોગ જગત અને યુવા મંચો સાથે જોડાઈને પોતાના અનુભવ અને ઉદ્યોગસાહસિક સફરના માધ્યમથી યુવાનોને પ્રેરણા આપી રહ્યા છે.
તેમની આ કામગીરીની નોંધ લેતા HOSPEX 2026 દરમિયાન તેમને Best Startup Mentor of the Year તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા.
અમદાવાદ અને ગુજરાતના નાગરિક તરીકે અન્ય રાજ્યમાં મળેલું આ સન્માન તેમના માટે વિશેષ ગૌરવની ક્ષણ છે. ગુજરાતથી શરૂ થયેલી તેમની ઉદ્યોગસાહસિક અને મેન્ટરશિપની સફરને કેરળમાં મળેલું આ સન્માન રાષ્ટ્રીય સ્તરે સ્ટાર્ટઅપ અને યુવા સશક્તિકરણ માટેના તેમના સતત પ્રયાસોની નોંધપાત્ર સિદ્ધિ તરીકે જોવામાં આવે છે.
આ પ્રસંગે વત્સલ દીક્ષિતે જણાવ્યું હતું કે, “આ સન્માન મારા માટે માત્ર વ્યક્તિગત એવોર્ડ નથી, પરંતુ એવા દરેક યુવાન અને સ્ટાર્ટઅપ માટેનું પ્રોત્સાહન છે, જે પોતાના વિચારને હકીકતમાં બદલવાનું સ્વપ્ન જુએ છે. હું માનું છું કે યોગ્ય માર્ગદર્શન, સતત મહેનત અને સાચી દિશા મળે તો ભારતના યુવાનો વિશ્વસ્તરીય નવીનતા અને વ્યવસાયોનું નિર્માણ કરી શકે છે. ગુજરાતમાંથી મળેલી મારી ઉદ્યોગસાહસિક સફરને કેરળમાં મળેલું આ સન્માન મારા માટે અત્યંત ગૌરવની વાત છે.”
વત્સલ દીક્ષિત Vitricion Oral Stripsના ફાઉન્ડર તરીકે હેલ્થકેર અને વેલનેસ ક્ષેત્રે નવીનતા પર પણ કાર્ય કરી રહ્યા છે. સાથે સાથે તેઓ યુવા પ્રેરણા, સ્ટાર્ટઅપ મેન્ટરશિપ અને સામાજિક ક્ષેત્રે પણ સક્રિય છે.
તેમનો સતત પ્રયાસ છે કે “Building Global Innovation from the Heart of Bharat”ના વિચાર સાથે ભારતના યુવાનો અને સ્ટાર્ટઅપ્સને યોગ્ય માર્ગદર્શન, નવી તકો અને વૈશ્વિક સ્તરે આગળ વધવા માટેનું મંચ મળે.
== સમાપ્ત ==
