Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
sports

હાર્દિક પંડ્યા ૭ એપ્રિલે રાજસ્થાન સામેની મેચમાં વાપસી કરી શકે

મુંબઈ ઇન્ડિયન્સ સાથે ગુવાહાટી જવા રવાના થયો

હાર્દિક બીમારીના કારણે દિલ્હી સામે રમી શક્યો નહોતો

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૫ એપ્રિલ ૨૦૨૬ — મુંબઈ ઈન્ડિયન્સે કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવીને IPL 2026ની પોતાના અભિયાનની શરૂઆત શાનદાર જીત સાથે કરી હતી. જોકે, ૪ એપ્રિલના રોજ અરુણ જેટલી સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સને દિલ્હી કેપિટલ્સ સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. કેપ્ટન હાર્દિક પંડ્યાને આ મેચમાં બીમારીને કારણે આરામ આપવામાં આવ્યો હતો. ત્યારે દરેકના મનમાં એક પ્રશ્ન હતો કે હાર્દિક ક્યારે તેની ફિટનેસ પાછી મેળવશે ? હવે તેની હેલ્થ અંગે મોટી અપડેટ સામે આવી છે.

મુંબઈ ઈન્ડિયન્સની આગામી મેચ ૭ એપ્રિલે ગુવાહાટીમાં રાજસ્થાન રોયલ્સ સામે રમાશે. મીડિયા અહેવાલ મુજબ, હાર્દિક પંડ્યા ઇઇ સામેની મેચ પહેલા સ્ૈં ટીમ સાથે ગુવાહાટી જવા રવાના થઈ ગયો છે. તે ટૂંક સમયમાં પ્રેક્ટિસ ફરી શરૂ કરવા માટે પણ તૈયાર છે. અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે દિલ્હી કેપિટલ્સ સામેની મેચ દરમિયાન પંડ્યાની હાલત ગંભીર નહોતી, પરંતુ મુંબઈ ઈન્ડિયન્સ મેનેજમેન્ટ ટુર્નામેન્ટના પ્રારંભિક તબક્કા દરમિયાન કોઈ જોખમ લેવા માંગતું નહોતું. આ કારણોસર તેઓએ હાર્દિકને આરામ આપવાનું પસંદ કર્યું. પોતાની બીમારીને કારણે હાર્દિકે બે પ્રેક્ટિસ સેશન પણ ચૂકી ગયો હતો. તેમ છતાં તે હવે રાજસ્થાન રોયલ્સ સામેની આગામી મેચમાં મેદાનમાં પાછા ફરવા માટે તૈયાર છે.

IPL 2026 પોઈન્ટ ટેબલમાં મુંબઈ ઈન્ડિયન્સ હાલમાં છઠ્ઠા સ્થાને છે, જેમાં એક જીત અને એક હાર સામેલ છે. તેનો નેટ રન રેટ -૦.૨૦૬ છે. તે હવે ૭ એપ્રિલે રાજસ્થાન રોયલ્સ સામે જીત મેળવીને પોતાની સ્થિતિ સુધારવાનો પ્રયાસ કરશે.

Related posts

આંતરરાષ્ટ્રીય ક્રિકેટર કશ્યપ પ્રજાપતિ વેલીયન્ટ ક્રિકેટ ટીમના કેપ્ટન બન્યા

Master Admin

Thums Up’s Olympics Campaign Demonstrates the Power of a ‘thumbs up’ Gesture

Reporter1

T20 વર્લ્ડ કપના બહિષ્કારની ચેતવણી ઉચ્ચારતા પાકિસ્તાનને રહાણેએ તતડાવ્યું

Master Admin

Leave a Comment

Translate »