Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

અમેરિકા-ઈરાનમાં શાંતિ મંત્રણા નિષ્ફળ જવાની આશંકાથી દુનિયામાં ફફડાટ

હોર્મુઝમાં સૈન્ય તણાવ અને જહાજોની જપ્તી

આ ખેંચતાણ વચ્ચે બંને દેશોમાં અવિશ્વાસ એટલો ઊંડો છે કે ઈરાન હવે અમેરિકા સાથેના કોઈપણ કરારને વ્યર્થ માની રહ્યું છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી,તા.૨૧ એપ્રિલ ૨૦૨૬ — અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતીના બીજા પ્રયાસો હવે મોટા રાજદ્વારી ટકરાવ તરફ આગળ વધી રહ્યા છે. મીડિયા અહેવાલ મુજબ, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ’દબાણની કૂટનીતિ’ અને ઈરાનની લાંબુ ખેંચવાની ’લોન્ગ ગેમ’ વ્યૂહનીતિ સામસામે આવી ગઈ છે. ટ્રમ્પ ઈચ્છે છે કે ઈરાન તરત જ શરણાગતિ સ્વીકારે અને મોટા નિર્ણયો લે, જ્યારે ઈરાની નેતૃત્વ આ પ્રક્રિયાને સમય આપીને ધીમી પાડવા માંગે છે. આ ખેંચતાણ વચ્ચે બંને દેશોમાં અવિશ્વાસ એટલો ઊંડો છે કે ઈરાન હવે અમેરિકા સાથેના કોઈપણ કરારને વ્યર્થ માની રહ્યું છે.

રાજદ્વારી મડાગાંઠની સાથે દરિયાઈ સીમા પર પણ યુદ્ધની સ્થિતિ સર્જાઈ રહી છે. હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાની નૌસેના દ્વારા માલવાહક જહાજો પર ફાયરિંગ અને અમેરિકન નૌસેના દ્વારા એક ઈરાની કન્ટેનર જહાજને જપ્ત કરવાની ઘટનાએ યુદ્ધના જોખમને વાસ્તવિક બનાવી દીધું છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ખુલ્લી ચેતવણી આપી છે કે જો ઈરાન સમજૂતી માટે તૈયાર નહીં થાય, તો અમેરિકા તેના દરેક પાવર પ્લાન્ટ અને પુલને નષ્ટ કરી દેશે. આ નિવેદન ટ્રમ્પની ’નો મોર મિસ્ટર નાઈસ ગાય’ની કડક છબીને સ્પષ્ટ કરે છે.

અમેરિકન ઉપપ્રમુખ જેડી વેન્સ સંભવિત મંત્રણા માટે ઇસ્લામાબાદ રવાના થવાના છે, પરંતુ નિષ્ણાતો માની રહ્યા છે કે આ વાટાઘાટો સફળ થવી મુશ્કેલ છે. જો આ મંત્રણા નિષ્ફળ જશે, તો એવી આશંકા છે કે ઈરાન તેનો પરમાણુ કાર્યક્રમ વધુ તેજ કરી શકે છે. ટ્રમ્પનો દાવો છે કે તેમનો નવો સોદો ૨૦૧૫ના કરાર કરતા ઘણો સારો હશે,

જેને તેઓ પરમાણુ હથિયાર મેળવવાનો રસ્તો ગણાવતા આવ્યા છે. જોકે, ઈરાનના મક્કમ વલણ સામે ટ્રમ્પની ટીમ માટે આ વ્યૂહનીતિ સફળ બનાવવી એક મોટો પડકાર છે.

Related posts

‘ઈરાન અમને યુરેનિયમ સોંપવા તૈયાર, ડીલ થશે તો હું ઈસ્લામાબાદ જઈશ’

Master Admin

અમેરિકા-ઈરાન વિવાદ વચ્ચે સોના-ચાંદીની કિંમતમાં ફરી મોટો ઉછાળો

Master Admin

વડાપ્રધાન મોદીએ UAE પર હુમલાને વખોડ્યો

Master Admin

Leave a Comment

Translate »