Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
nationalPolitics

કૅપ્ટન અમરિદંરની કોંગ્રેસ પક્ષમાં ઘરવાપસીના સંકેત!

અન્નામલાઈ બાદ ભાજપને લાગશે વધુ એક ઝટકો

હુડ્ડાએ કૅપ્ટનને પોતાના જૂના મિત્ર અને વરિષ્ઠ સાથી ગણાવ્યા છે, જેના કારણે કૅપ્ટનની કોંગ્રેસમાં વાપસીની અટકળો તેજ થઈ છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
ચંદીગઝ, તા.૪ જૂન ૨૦૨૬ — પંજાબમાં ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી પહેલા હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ દાવો કર્યો છે કે, પૂર્વ મુખ્યમંત્રી કૅપ્ટન અમરિન્દર સિંહ કોંગ્રેસના સંપર્કમાં છે. હુડ્ડાએ કૅપ્ટનને પોતાના જૂના મિત્ર અને વરિષ્ઠ સાથી ગણાવ્યા છે, જેના કારણે કૅપ્ટનની કોંગ્રેસમાં વાપસીની અટકળો તેજ થઈ છે.

ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાના આ દાવા પર પંજાબ ભાજપના પ્રવક્તા પ્રિતપાલ સિંહ બલિયાવાલે પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે, માત્ર સંપર્કમાં હોવું કોઈ મોટી વાત નથી અને આ બાબતના અન્ય કોઈ અર્થ ન કાઢવા જોઈએ. તેમણે કટાક્ષ કરતાં એમ પણ ઉમેર્યું કે, રણદીપ સુરજેવાલા અને કુમારી શૈલજા તો એવું કહે છે કે, હુડ્ડા પોતે જ કોઈના સંપર્કમાં નથી રહેતા.

કૅપ્ટન અમરિન્દર સિંહ ભાજપની કામગીરી નારાજ હોવાનું મનાય છે. તેમનું કહેવું છે કે, કોંગ્રેસમાં પંજાબના નિર્ણયો લેતી વખતે તેમની સલાહ લેવાતી હતી, જ્યારે ભાજપમાં હાઇકમાન્ડ સીધા નિર્ણયો લે છે. પંજાબ ભાજપના પ્રમુખ તરીકે માત્ર ધિલ્લોનની નિમણૂક કરતી વખતે પણ તેમની કોઈ સલાહ લેવામાં આવી ન હતી.

કૅપ્ટને તાજેતરમાં જ કહ્યું હતું કે, તેઓ આજે પણ કોંગ્રેસને મિસ કરે છે અને તેને એક પરિવાર સમાન ગણે છે. તેમણે ઉમેર્યું કે તેમના જન્મદિવસ પર અને ભાઈ રણધીરના અવસાન પર રાહુલ ગાંધી (ઇટ્ઠરેઙ્મ ય્ટ્ઠહઙ્ઘરૈ)એ સંદેશો મોકલ્યો હતો, પરંતુ ભાજપમાંથી કોઈએ સંવેદના પણ વ્યક્ત કરી ન હતી.

કૅપ્ટન અમરિન્દર સિંહ પંજાબ ચૂંટણી માટે અકાલી દળ સાથે ગઠબંધન કરવાના પક્ષમાં છે. જોકે, ભાજપ નેતૃત્વ તમામ ૧૧૭ બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી ચૂક્યું છે. આ મતભેદોના કારણે કૅપ્ટન ભાજપમાં અવગણના અનુભવી રહ્યા છે.

આ રાજકીય હલચલ વચ્ચે તમિલનાડુ મ્ત્નઁના પૂર્વ અધ્યક્ષ કે.અન્નામલાઈ પણ પક્ષમાંથી રાજીનામું આપે તેવી ચર્ચા છે. જોકે, હજુ તેમનું રાજીનામું સ્વીકારાયું નથી. એવી અટકળો છે કે, અન્નામલાઈ નવો રાજકીય પક્ષ બનાવી શકે છે, પરંતુ તેમણે હજુ સુધી કોઈ સત્તાવાર યોજના જાહેર કરી નથી.

Related posts

ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી ભડકે બળશે?

Master Admin

સંસદમાં ૧૧થી ૧૩ ઓગસ્ટે કંઈ મોટું થવાના એંધાણ

Master Admin

મિડલ ઈસ્ટ યુદ્ધ લાંબુ ખેંચાયું તો ગંભીર દુષ્પરિણામ આવશે

Master Admin

Leave a Comment

Translate »