Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

હવે મોબાઇલ ડેટા પર ટેક્સ વસૂલશે સરકાર

એક GB ડેટા પર ૧ રૂપિયો ટેક્સ લાગી શકે

મોબાઇલ ઇન્ટરનેટનો ઉપયોગ કરવો મોંઘો થઈ શકે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧૩ માર્ચ ૨૦૨૬ — ભારતમાં આવનાર સમયમાં મોબાઇલ ઇન્ટરનેટનો ઉપયોગ કરવો મોંઘો થઈ શકે. સરકાર મોબાઇલ ડેટાના ઉપયોગ પર નવો ટેક્સ લગાવવાની ફિરાકમાં છે. એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ટેલિકોમ સેક્ટરની એક રિવ્યૂ બેઠકમાં આ મુદ્દો સામે આવ્યો છે. આ બેઠક પછી ટેલિકોમ્યુનિકેશન વિભાગને કહેવામાં આવ્યું છે કે, એ દિશામાં તપાસ કરો કે મોબાઇલ ડેટાના ઉપયોગ પર ટેક્સ લગાવી શકાય કે નહીં. જો લગાવી શકાય તો તેનું મોડલ શું હોઈ શકે?

ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકોમ્યુનિકેશનના સૂત્રોના જણાવ્યાનુસાર, સરકાર જે વિકલ્પને જોઈ રહી છે તેમાં એક ય્મ્ ડેટા પર ૧ રૂપિયો ટેક્સ લાદવામાં આવી શકે છે. જો આવું થશે તો દરેક વખતે કોઈ યુઝર્સ મોબાઇલ ડેટાનો ઉપયોગ કરશે તો તેના પર વધારાનો ચાર્જ લાગી શકે છે. આ નિર્ણયથી સરકારની તિજોરીમાં તગડી આવક થવાની સંભાવના છે, દાવા પ્રમાણે ૧ રૂપિયા પ્રતિ ય્મ્ની ટેક્સ પદ્ધતિ લાગુ થાય તો સરકારને દર વર્ષે ૨૨,૯૦૦ રૂપિયાથી વધુનું કમાણી થઈ શકે છે. જો કે હાલમાં આ માત્ર એક પ્રસ્તાવ છે તેના પર કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી. હાલ આ સમગ્ર મોડલ વિચારધીન છે.

મહત્ત્વનું છે કે ભારત દુનિયાના એ દેશોમાં સામેલ છે કે જ્યાં મોબાઇલ ડેટા ઘણો સસ્તો આપવામાં આવે છે. સસ્તા ઇન્ટરનેટને કારણે ભારતમાં ડેટાનો વપરાશ અતિશય થઈ રહ્યો છે. વીડિયો સ્ટ્રીમિંગ, સોશ્યલ મીડિયા, ઓનલાઇન ગેમિંગ અને રિલ્સ જોવાને કારણે મોબાઇલ ડેટાનો ઉપયોગ સતત વધી રહ્યો છે.

એક મહત્ત્વની વાત છે કે હાલમાં મોબાઇલ રિચાર્જ અને પોસ્ટ પેડ બિલ પર ૧૮ ટકા ય્જી્‌ લગાવવામાં આવે છે, એટલે કે યુઝર્સ પહેલાથી ટેલિકોમ સર્વિસ પર ટેક્સ આપી રહ્યા છે. જો ભવિષ્યમાં ડેટા પર અલગથી ટેક્સ લગાવવામાં આવશે તો હાલમાં લેવામાં આવતા ચાર્જ સિવાય નવો ચાર્જ હશે. પરંતુ હાલમાં સરકારે ર્ડ્ઢ્‌ને કહ્યું છે કે આ પ્રસ્તાવ પર સંપૂર્ણ રીતે સ્ટડી કરવામાં આવે, તેના ફાયદા અને નુકસાનને સમજવામાં આવે, રિપોર્ટ બાદ જ સરકાર નક્કી કરશે કે ભારતમાં મોબાઇલ ડેટાના ઉપયોગ પર નવો ટેક્સ લાગશે કે નહીં? સરકાર તરફથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી, પરંતુ કેટલાક દિવસથી રેડિટથી લઈને અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સૂત્રોના હવાલેથી આ સમાચાર ચાલી રહ્યા છે.

Related posts

ભારત પાસે ૭૪ દિવસ ચાલે એટલો ખનિજ તેલ અને પેટ્રોલિયમ પેદાશોનો અનામત જથ્થો

Master Admin

ભારતના એન્ટરપ્રાઇઝ AI રોકાણમાં 119%નો વધારો, પરંતુફક્ત 22% ભારતીય સાહસો AI મહત્ત્વાકાંક્ષાને પૂર્ણ કરવા માટે ગવર્નન્સ ધરાવે છે: સર્વિસનાઉ

Master Admin

હીરો મોટોકોર્પ દ્વારા આંધ્ર પ્રદેશમાં 3200 કરોડ રૂપિયાના રોકાણની ઘોષણા

Reporter1

Leave a Comment

Translate »