Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
GujaratPolitics

ભાજપના વર્ષો જૂના સાથી સુનીલ રાઠોડ કોંગ્રેસમાં જોડાયા

સૌરાષ્ટ્રમાં કોંગ્રેસે ભાજપમાં સૌથી મોટું ગાબડું પાડ્યું!

પૂર્વ ધારાસભ્ય જેઠા સોલંકીએ કોંગ્રેસને ટેકો કર્યો જાહેર

(સંપૂર્ણ સમાચાર સેવા)
ગીર સોમનાથ, તા.૫ એપ્રિલ ૨૦૨૬ — ગીર સોમનાથની રાજનીતિમાં ચહલપહલ તેજ બની છે. કોડીનારના ગ્રામ્ય વિસ્તારમાં કોંગ્રેસની બેઠકથી રાજકીય ગરમાવો આવ્યો છે. સિંધાજ ગામે કોંગ્રેસની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં બેઠકમાં ભાજપના પૂર્વ સંસદીય સચિવ અને પૂર્વ ધારાસભ્ય જેઠાભાઇ સોલંકી એ કોંગ્રેસને ટેકો જાહેર કર્યો. આ સાથે જ ભાજપના દિગ્ગજ નેતા સુનિલ રાઠોડ સહિત તેમની ટીમ કોંગ્રેસમાં જોડાયા. આ સાથે જ સ્થાનિક રાજકારણમાં નવા સમીકરણોની ચર્ચા તેજ બની છે. ત્યારે કોડીનાર તાલુકાની રાજનીતિમાં મોટા ફેરફારની સંભાવના જોવા મળી છે.

કોડીનારના પૂર્વ ધારાસભ્ય જેઠાભાઈ સોલંકીએ કોંગ્રેસના ઉમેદવારોને ખુલ્લું સમર્થન હોવાનો દાવો કર્યો. ભાજપના વર્ષો જૂના સાથી સુનીલ રાઠોડ વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા. સિંધાજ જિલ્લા પંચાયત બેઠક પરથી સુનીલ રાઠોડ કોંગ્રેસના ઉમેદવાર જાહેર કરયા છે. પૂજા વંશે કર્યું કે, અમિત ચાવડાની મંજૂરી બાદ સુનીલભાઈના નામ પર સત્તાવાર મહોર લાગી. સુનીલ રાઠોડ સાથે ૧૨ ગામોનું આખું જૂથ ભાજપ છોડી કોંગ્રેસમાં ભળ્યું. કારોબારી ચેરમેન રહી ચૂકેલા સુનીલ રાઠોડે કેસરીયો મૂકી પંજો ધારણ કર્યો. તો બીજી તરફ, જેઠાભાઈ સોલંકીએ સ્થાનિક સ્વરાજની તમામ બેઠકો પર કોંગ્રેસને જીતાડવા હાકલ કરી. જોવાનસિંહભાઈ અને મયુરભાઈ વડનગર-સિંધાજ તાલુકા પંચાયતના કોંગ્રેસના ઉમેદવાર બન્યા. ભાજપના પૂર્વ સંસદીય સચિવ જેઠાભાઈ સોલંકી પણ હવે ટૂંક સમયમાં કોંગ્રેસમાં જોડાશે તેવો પૂંજા વંશે દાવો કર્યો.

જિલ્લા પંચાયતની ૫ બેઠકો પર કોંગ્રેસને જીતાડવા જેઠાભાઈએ રણનીતિ ઘડી અને તેમાં સફળ રહ્યાં. કોડીનાર ભાજપના ગઢમાં એકસાથે હજારો કાર્યકરોએ પક્ષ પલટો કરતા ખળભળાટ મચી ગયો છે. રાજકીય મેદાનમાં ભાજપના દિગ્ગજ નેતાઓના પક્ષત્યાગથી સમીકરણો સંપૂર્ણપણે બદલાઈ ગયા છે.

આજે કોડીનાર તાલુકાના સિંધાજ મુકામે સુનીલભાઈ રાઠોડના ઘરે કોડીનાર તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને સંસદીય સચિવ જેઠાભાઈ સોલંકી અને કોડીનાર તાલુકા ભાજપના સિંધાજ ગામના સદસ્ય સુનીલભાઈ રાઠોડ આજે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાણા છે. કોંગ્રેસને સમર્થન આપ્યું છે. આવનારા દિવસોમાં જે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી આવી છે એમાં હાલ પૂરતું કોંગ્રેસ પાર્ટીના સમર્થનમાં આવ્યા છે અને આગામી દિવસોમાં વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાશે.

સિંધાજ ગામે સુનિલ રાઠોડના નિવાસસ્થાને યોજાયેલી કોંગ્રેસ પક્ષની ચૂંટણીલક્ષી બેઠકમાં આશરે એક હજારથી વધુ લોકો એકત્રિત થયા હતા. આ બેઠકમાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પૂજાભાઈ વંશ, તાલુકા પ્રમુખ પિન્ટુભાઈ બારડ, પ્રદેશના પૂર્વ મહામંત્રી પ્રવિણસિંહ ઝાલા તેમજ કોડીનાર શહેર પ્રમુખ મહેંદી હસન નકવી સહિત મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા.

આ બેઠકની સૌથી મોટી ચર્ચા બની તે ભાજપના પૂર્વ સંસદીય સચિવ અને કોડીનારના પૂર્વ ધારાસભ્ય જેડી સોલંકીની હાજરી. તેઓ કોંગ્રેસમાં સત્તાવાર રીતે જોડાયા નથી, છતાં તેમણે કોંગ્રેસના ઉમેદવાર સુનિલ રાઠોડને ખુલ્લું સમર્થન આપ્યું હોવાનું જણાવાયું છે. તેમના આ પગલાથી ભાજપમાં અસંતોષ અને રાજકીય ચર્ચાઓ તેજ થઈ ગઈ છે.

કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પૂજા વંશે આ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, વડનગર જિલ્લા પંચાયત બેઠક માટે સુનિલ રાઠોડને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે અને તેમને જેઠાભાઈ સોલંકી દ્વારા ખુલ્લું સમર્થન આપવામાં આવ્યું છે. સાથે સાથે સિંધાજ બેઠક માટે પણ કોંગ્રેસે પોતાના ઉમેદવાર જાહેર કર્યા હોવાનું તેમણે ઉમેર્યું.

આ સમગ્ર ઘટનાક્રમથી ગીર સોમનાથની રાજકીય પરિસ્થિતિમાં નવા સમીકરણો ઉભા થઈ રહ્યા છે. ભાજપના નેતા દ્વારા કોંગ્રેસ ઉમેદવારને મળેલું સમર્થન આવનારી ચૂંટણીમાં શું અસર કરે છે તે જોવાનું રસપ્રદ રહેશે.

Related posts

લોકસભામાં રાહુલ ગાંધીએ ટ્રેડ ડીલ પર ઉઠાવ્યા સવાલ

Master Admin

અમદાવાદ પ્લેન ક્રેશ મામલે અમેરિકન સંસદમાં રિપોર્ટમાં દાવો

Master Admin

શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમંત્રી, આજે શપથવિધિ

Master Admin

Leave a Comment

Translate »