Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
nationalPolitics

ભાજપે બંગાળ ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી

વડાપ્રધાન મોદીથી લઈને કંગના રણૌત સુધી…

સ્મૃતિ ઈરાની પણ બંગાળમાં ગજવશે ચૂંટણી સભા

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૫ એપ્રિલ ૨૦૨૬ –– પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે, તમામ રાજકીય પક્ષોના નેતાઓ ધમધોકાટ જનસભાઓ ગજવી રહ્યા છે, ત્યારે આ જ ક્રમમાં ભાજપે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. યાદીમાં પક્ષના ટોચના નેતૃત્વથી લઈને બોલિવૂડ સ્ટાર અને જાણીતા ચહેરા સામેલ કર્યા છે. આ સ્ટાર પ્રચારકો રાજ્યભરમાં ચૂંટણી પ્રચારની જવાબદારી સંભાળશે.

ભાજપની સ્ટાર પ્રચારકોની યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથ શિંહ, ગૃહમંત્રી અમિત શાહ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે.પી.નડ્ડા અને કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી જેવા મોટા નામો સામેલ છે. આ ઉપરાંત શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા પણ બંગાળ ચૂંટણી મેદામાં જંપ લાવીને પ્રચાર કરશે.

ભાજપની આ વખતની સ્ટાર પ્રચારકોની યાદીમાં ફિલ્મ અને રમત-જગતના જાણીતા ચહેરાને પણ સામેલ છે. અભિનેતા મિથુન ચક્રવર્તી, હેમા માલિની, કંગના રનૌત તેમજ પૂર્વ ટેનિસ ખેલાડી લિએન્ડર પેસ અને ગાયક-રાજકીય નેતા મનોજ તિવારીને પણ સ્ટાર પ્રચાર બનાવ્યા છે.

આ ઉપરાંત સ્મૃતિ ઈરાની, અનુરાગ ઠાકુર, અશ્વિની વૈષ્ણવ, અન્નપૂર્ણા દેવી, અર્જુન મુંડા, ભૂપેન્દ્ર યાદવ, બિપ્લવ કુમાર દેબ, મંગલ પાંડેય, સમ્રાટ ચૌધરી જ્યારે રાજ્ય સ્તરે સુવેન્દુ અધિકારી, દિલીપ ઘોષ, સુકાંત મજૂમદાર, શાંતનુ ઠાકર, રાજૂ બિસ્તા, જયંત કૃષ્ણ રૉય અને મનોજ ટિગ્ગાને પણ યાદીમાં સામેલ કર્યા છે. ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં ૨૯૪ બેઠકો માટે ૨૩ અને ૨૯ એપ્રિલ-૨૦૨૬ના રોજ મતદાન યોજોવાનું છે, જ્યારે ચોથી મેના રોજ મતગણતરી થવાની છે.

Related posts

અભય ભુતડા ફાઉન્ડેશન તરફથી નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે યુવા રમતવીરોને સ્પોર્ટ્સ કિટ્સનું વિતરણ

Master Admin

નેતૃત્વ માટે જ જન્મી: રેન્જ રોવર સ્પોર્ટ ટ્વેન્ટી એડિશન સ્પોર્ટિંગ લક્ઝરીના બે દાયકા રુઆબભેર ઉજવે છે

Master Admin

દીનદયાળ પોર્ટ ઓથોરિટી, કંડલાએ એલપીજી હેન્ડલિંગમાં નવો માઈલસ્ટોન હાંસલ કર્યો

Master Admin

Leave a Comment

Translate »