તહેવારોની સિઝન માટે એચએન્ડએમ બ્યુટીએ રજૂ કરી નવી મેકઅપ રેન્જ, જેમાં સામેલ છે શર્વરીની પસંદગીની પ્રોડક્ટ્સ
ભારત | ૦૩ ઓક્ટોબર ૨૦૨૬ | એચએન્ડએમ બ્યુટી ઇન્ડિયાએ પોતાની પ્રથમ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે શર્વરીનું સ્વાગત કર્યું છે. દેશની સૌથી આશાસ્પદ યુવા અભિનેત્રીઓમાંની એક શર્વરી એચએન્ડએમ બ્યુટીની દુનિયામાં તાજગીભરી, આત્મવિશ્વાસથી છલકાતી અને આધુનિક ઊર્જા લઈને આવે છે, જે બ્યુટી પ્રત્યે બ્રાન્ડના ફેશન-ફર્સ્ટ અભિગમને સુંદર રીતે રજૂ કરે છે.
એચએન્ડએમ બ્યુટીની ઇન્ડિયા એમ્બેસેડર તરીકે શર્વરી ભારતીય બજારમાં બ્રાન્ડના બ્યુટી કમ્યુનિકેશનનો ચહેરો બનશે અને એચએન્ડએમ બ્યુટીની દુનિયામાં પોતાનો આગવો દ્રષ્ટિકોણ અને પર્સનલ સ્ટાઇલ લઈને આવશે.
“ભારતમાં એચએન્ડએમ બ્યુટીની પ્રથમ એમ્બેસેડર બનવાને લઈને હું અત્યંત ઉત્સાહિત છું. મારા માટે બ્યુટી હંમેશાં પોતાની જાતને વ્યક્ત કરવાનું, મોજ માણવાનું અને સૌથી મહત્ત્વનું, હું જેવી છું તેવી જ રીતે આત્મવિશ્વાસ અનુભવવાનું માધ્યમ રહી છે. એચએન્ડએમ બ્યુટીની જે વિચારધારા સાથે હું સૌથી વધુ જોડાણ અનુભવું છું, તે એ છે કે બ્યુટી જટિલ હોવી જરૂરી નથી. તે સૌની પહોંચમાં હોઈ શકે, સહજ હોઈ શકે અને સંપૂર્ણપણે તમારી પોતાની બની શકે. મારા મતે સૌથી સુંદર વાત એવી પ્રોડક્ટ્સ, લુક્સ અને બ્યુટી રિચ્યુઅલ્સ શોધવાની છે, જે તમારી સાચી ઓળખને રજૂ કરે, નહીં કે બ્યુટીની કોઈ એક નિશ્ચિત વ્યાખ્યામાં પોતાને ઢાળવાનો પ્રયાસ કરવો. એચએન્ડએમ બ્યુટી સાથે આ સફર વહેંચવા અને દરેકને આ કલેક્શનમાંથી પોતપોતાના ફેવરિટ્સ શોધતા જોવા માટે હું ખૂબ જ આતુર છું,” એમ શર્વરીએ જણાવ્યું.
ફેશનને કેન્દ્રમાં રાખીને એચએન્ડએમ બ્યુટી મેકઅપ, ફ્રેગ્રન્સ, હેર અને બૉડી કેરને એકસાથે લાવે છે, જેથી એચએન્ડએમ લુક સંપૂર્ણ બને. સ્ટેટમેન્ટ બનાવતી બ્યુટી પ્રોડક્ટ્સથી લઈને રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ સુધી, આ રેન્જ એ રીતે તૈયાર કરવામાં આવી છે કે બ્યુટી કોઈ પણ મહેનત વિના તમારી પર્સનલ સ્ટાઇલનો ભાગ બની જાય – દરેક લુકને પૂર્ણ કરતી અંતિમ એક્સેસરીની જેમ.
“ભારતમાં એચએન્ડએમ બ્યુટીની પ્રથમ એમ્બેસેડર તરીકે શર્વરીનું સ્વાગત કરતાં અમે અત્યંત ઉત્સાહિત છીએ. આ કેટેગરી માટે પ્રથમ વર્ષ શાનદાર રહ્યું છે અને આ જ ગતિને વધુ આગળ લઈ જવા અમે આતુર છીએ. બ્યુટી અને પર્સનલ સ્ટાઇલ પ્રત્યેના તેના તાજગીભર્યા અભિગમ સાથે શર્વરી અમારા માટે સંપૂર્ણ પાર્ટનર છે, કારણ કે અમે બ્યુટી કેટેગરીનો સતત વિસ્તાર કરીને અમારા ગ્રાહકોને પ્રેરિત કરતા રહેવા માગીએ છીએ,” એમ એચએન્ડએમ ઇન્ડિયાનાં ડિરેક્ટર હેલેના કુઇલેનસ્ટિએર્નાએ જણાવ્યું.
“શર્વરી એ ઊર્જા અને એટિટ્યૂડનું પ્રતિનિધિત્વ કરે છે, જે અમે ભારતમાં બ્યુટીની આગામી પેઢીમાં જોઈએ છીએ. તે આત્મવિશ્વાસુ અને મહત્વાકાંક્ષી છે, અને ફેશન તથા બ્યુટી પ્રત્યે તેનો અભિગમ મજબૂત હોવાની સાથે સંપૂર્ણપણે આગવો છે. ભારતમાં એચએન્ડએમ બ્યુટીના પ્રથમ ચહેરા તરીકે તેનું સ્વાગત કરવા અને સાથે મળીને આ નવો અધ્યાય રચવા માટે અમે અત્યંત ઉત્સાહિત છીએ,” એમ એચએન્ડએમ બ્યુટીનાં હેડ ઑફ માર્કેટિંગ ટોવ વિર્ડિંગે જણાવ્યું.
આ ભાગીદારી ભારતમાં એચએન્ડએમ બ્યુટી માટે એક મહત્ત્વપૂર્ણ પગલું છે, જે બ્રાન્ડને ફેશન-આધારિત બ્યુટી ડેસ્ટિનેશન તરીકે વધુ મજબૂત રીતે સ્થાપિત કરશે અને બ્યુટી પ્રત્યેના તેના આગવા અંદાજને ગ્રાહકોની નવી પેઢી સુધી પહોંચાડશે.
નવી રેન્જમાં એલિક્સિર ગોલ્ડ પરફ્યુમ, બ્લશ એન્ડ ગ્લો ડ્યુઓ પેલેટ, ગ્લો ટચ લિક્વિડ હાઇલાઇટર, વૉટરપ્રૂફ કાજલ, સ્વાઇપ એન્ડ સ્મજ લિક્વિડ આઇશેડો, ગ્લોઇ ટિન્ટ લિક્વિડ બ્લશ, પ્લમ્પ ગ્લોસ અને ઇડીપી ફ્રેગ્રન્સ કિટનો સમાવેશ થાય છે.
આ રેન્જ 1 ઑક્ટોબરથી HM.com, Nykaa.com અને Myntra.com પર ઑનલાઇન ઉપલબ્ધ થશે. સાથે જ, અમદાવાદમાં વસ્ત્રાપુર સ્થિત અમદાવાદ વન, સેટેલાઇટ સ્થિત ઇસ્કોન એમ્પોરિયો અને થલતેજ સ્થિત પેલેડિયમ મોલ સહિત દેશભરના તમામ એચએન્ડએમ સ્ટોર્સ પર પણ તે ઉપલબ્ધ રહેશે.
== સમાપ્ત ==
