Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
businessnational

ડેટોલે નવું ડેટોલ ઓરિજિનલ ફોમિંગ હેન્ડવૉશ રજૂ કર્યું: ફોમ ધરાવતા ભારતના સૌથી વિશ્વસનીય હેન્ડવૉશને વધુ પ્રભાવશાળી બનાવ્યું

—હવે અદ્યતન ફોમ ટેક્નોલોજી ધરાવતું આઇકોનિક ઓરિજિનલ વેરિએન્ટ સામાન્ય લિક્વિડ હેન્ડવૉશની સરખામણીએ જીવાણુંઓ સામે 10 ગણી વધારે સારી સુરક્ષા* પૂરી પાડે છે, જે ‘દરરોજ વધુને વધુ લોકોના સ્વાસ્થ્યને વધુ સારી રીતે સુરક્ષિત રાખવાના’ ઉદ્દેશને સાકાર કરવાની દિશામાં લેવામાં આવેલું એક મહત્વપૂર્ણ પગલું છે 

રાષ્ટ્રીય, ભારત | ૧૩ નવેમ્બર ૨૦૨૬ | હાથ ધોવાની સારી આદતને પ્રોત્સાહન આપવામાં અને તેનો પ્રચાર-પ્રસાર કરવામાં અગ્રણી ભૂમિકા ભજવનાર ડેટોલે આજે નવું ડેટોલ ઓરિજિનલ ફોમિંગ હેન્ડવૉશ લૉન્ચ કરવાની જાહેરાત કરી છે. છેલ્લાં ઘણાં દાયકાઓથી ડેટોલે વિજ્ઞાન આધારિત નવીનીકરણો અને જીવાણુંઓ સામે વિશ્વસનીય સુરક્ષા પૂરી પાડીને ભારતમાં હાથની સ્વચ્છતા જાળવવાની આદત વિકસાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. હવે ડેટોલનું આઇકોનિક ઓરિજિનલ હેન્ડવૉશ અદ્યતન ફોમિંગ ફૉર્મેટમાં ઉપલબ્ધ છે. વળી, ડેટોલની ફોમિંગ હેન્ડવૉશ રેન્જમાં ડેટોલ ઓરિજિનલની જાણીતી અને અનોખી સુગંધને પણ ઉમેરવામાં આવી છે.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં હાથ ધોવા અંગેની જાગૃતિમાં નોંધપાત્ર વધારો થયો હોવા છતાં, યોગ્ય રીતે હાથ ધોવાની બાબત હજુ પણ એક પડકાર છે. ભારતીય માતાઓને ઘણીવાર એવી ચિંતા રહે છે કે, હાથ ધોયા પછી પણ તેમનાં બાળકોના હાથ સંપૂર્ણપણે ચોખ્ખા થયા નથી. તેનું કારણ એ છે કે, મોટાભાગના લોકો, ખાસ કરીને બાળકો, હાથ ધોતી વખતે પૂરતા સમય માટે હાથ ઘસતા નથી, જેના લીધે હેન્ડવૉશ દરેક ભાગ સુધી અસરકારક રીતે પહોંચી શકતું નથી. ગ્રાહકો અંગેની આ માહિતી અને તેમની વર્તણૂકમાં રહેલી આ ખામીને ધ્યાનમાં રાખીને, ભારતનું નંબર 1 હેન્ડવૉશ^ ડેટોલ ઓરિજિનલ હવે ફોમિંગ ફૉર્મેટમાં ઉપલબ્ધ છે. તેનું ફૉમ હાથના ખૂણે-ખૂણે સુધી સહેલાઈથી પ્રસરે છે અને સામાન્ય લિક્વિડ હેન્ડવૉશની સરખામણીએ જીવાણુંઓ સામે 10 ગણી વધારે સારી સુરક્ષા* પૂરી પાડે છે.

આ ઉત્પાદનનો દરરોજ ઉપયોગ કરનારા વપરાશકર્તાઓ માટે જીવાણુંઓ સામે વધુ સારી સુરક્ષા મેળવવાની પ્રક્રિયાને વધુ સરળ, અનુકૂળ અને અસરકારક બનાવીને, આ લૉન્ચ જાહેર આરોગ્ય અને સ્વચ્છતાના ક્ષેત્રમાં સાર્થક નવીનીકરણો લાવવાની દિશામાં ડેટોલના નેતૃત્વને વધુ મજબૂત બનાવે છે. આ સાથે જ, ડેટોલ વધુને વધુ લોકો અને વધુ સમુદાયો સુધી પહોંચવાની તેની પ્રતિબદ્ધતાને પણ મજબૂત બનાવે છે. આ પ્રતિબદ્ધતાના ભાગરૂપે ડેટોલ રોજિંદા ઉપયોગનાં એવાં વ્યવહારુ ઉત્પાદનો તૈયાર કરી રહી છે, જેની મદદથી વપરાશકર્તાઓ પોતાની અને પોતાના પ્રિયજનોની સંભાળ રાખી શકે છે.

લૉન્ચ પ્રસંગે રેકિટના સાઉથ એશિયાના હેલ્થ વિભાગનાં રીજનલ માર્કેટિંગ ડિરેક્ટર શ્રી ગુન્તાસ મુદગલે જણાવ્યું હતું કે, ‘પેઢી દર પેઢી પરિવારો જીવાણુંઓ સામે વિશ્વસનીય સુરક્ષા માટે ડેટોલ ઓરિજિનલ પર ભરોસો કરતા આવ્યા છે. જોકે, અમને એ વાતનો અહેસાસ થયો કે, હાથ ધોતી વખતે હાથના તમામ ભાગો બરાબર સાફ ન થવા, ખાસ કરીને બાળકોના કિસ્સામાં, હાથની સ્વચ્છતા જાળવવામાં એક મોટો અવરોધ બની રહે છે. અમારા આઇકોનિક ઓરિજિનલ વેરિઅન્ટને અદ્યતન ફોમિંગ ફૉર્મેટમાં રજૂ કરીને અમે રોજિંદા જીવનમાં જીવાણુંઓ સામે વધુ સારી સુરક્ષા મેળવવાની પ્રક્રિયાને સરળ અને વધુ સુલભ બનાવી રહ્યા છીએ. ડિજિટલ-ફર્સ્ટ કેમ્પેઇન અને કન્ટેન્ટ ક્રિએટર્સ સાથેની સહભાગીદારીથી રજૂ કરવામાં આવેલું આ નવું ઉત્પાદન સાર્થક નવીનીકરણો અને ગ્રાહક-કેન્દ્રી જોડાણના સમન્વય દ્વારા ‘દરરોજ વધુને વધુ લોકોના સ્વાસ્થ્યને વધુ સારી રીતે સુરક્ષિત રાખવાના’ અમારા ઉદ્દેશ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.’

ડેટોલ ગ્રાહકોને પ્રાથમિકતા આપવાના પોતાના અભિગમને આગળ વધારીને ડિજિટલ સ્ટોરીટેલિંગના માધ્યમથી ડેટોલ ઓરિજિનલ ફોમિંગ હેન્ડવૉશના ફાયદાઓને લોકો સમક્ષ અસરકારક રીતે રજૂ કરી રહી છે. સમગ્ર દેશમાં મેગા, મેક્રો અને માઇક્રો ઇન્ફ્લુએન્સર્સના વૈવિધ્યસભર નેટવર્ક સાથે સહભાગીદારી કરીને આ કેમ્પેઇન રીલેટેબલ કન્ટેન્ટ, સરળ ડીઆઇવાય ડેમોન્સ્ટ્રેશન્સ અને દરેક ઘરોની રોજિંદી પરિસ્થિતિઓના માધ્યમથી સાત પ્રાદેશિક ભાષાઓમાં ગ્રાહકો સુધી પહોંચી રહી છે.

ધારણા દુર્ગા અને સુકૃતિ જેવા લોકપ્રિય ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર્સ સામાન્ય લિક્વિડ હેન્ડવૉશની સરખામણીએ આ પ્રોડક્ટનું ભરપૂર ફૉમ હાથના ખૂણેખૂણા સુધી પહોંચે છે, હાથની વધુ સારી રીતે સફાઈ થાય છે અને જીવાણુંઓ સામે વધુ સારી સુરક્ષા મળે છે, તે વાતને લોકો સમક્ષ અસરકારક રીતે રજૂ કરી રહ્યાં છે. સાંસ્કૃતિક રીતે સુસંગત, મનોરંજક અને સરળતાથી સમજી શકાય તેવા કન્ટેન્ટના માધ્યમથી તેઓ સમગ્ર દેશના પરિવારો માટે હાથની સ્વચ્છતા અંગેની જાણકારીને વધુ સુલભ અને રસપ્રદ બનાવી રહ્યાં છે.

પ્રોડક્ટ વિશે જાણકારી મેળવવા અને તેની ખરીદી અંગે નિર્ણય લેવા માટે સોશિયલ મીડિયા વધુને વધુ મહત્વનું માધ્યમ બની રહ્યું છે ત્યારે, આ સહભાગીદારી ગ્રાહકો સાથે સાર્થક સંવાદ શરૂ કરવામાં, તેમનો વિશ્વાસ જીતવામાં અને પ્રોડક્ટનો ઉપયોગ કરવા માટે તેમને પ્રોત્સાહિત કરવામાં મદદરૂપ બની રહી છે. ડેટોલના વ્યાપક રીટેઇલ નેટવર્ક સાથે મળીને આ કેમ્પેઇન ગ્રાહકોને પ્રોડક્ટ વિશે જાણકારી મળવાથી લઈને તેની ખરીદી કરવા સુધીનો એક સરળ અને ખામીરહિત અનુભવ પૂરો પાડે છે. આથી ગ્રાહકો માટે પોતાના પરિવારના હાથની સ્વચ્છતા જાળવવા માટે વધુ ચઢિયાતો વિકલ્પ પસંદ કરવાનું પહેલાં કરતાં પણ વધુ સરળ બન્યું છે.

નવું ડેટોલ ઓરિજિનલ ફોમિંગ હેન્ડવૉશ સમગ્ર ભારતમાં 250 મિ.લી.ના પમ્પ પૅક માટે રૂ. 109ની ખાસ ટ્રાયલ કિંમતે લૉન્ચ કરવામાં આવી રહ્યું છે. સમગ્ર ભારતમાં ટીવી, ડિજિટલ અને ઇન્ફ્લુએન્સર્સ આઉટરીચ જેવા વિવિધ માધ્યમોને આવરી લેતાં એક સંકલિત કેમ્પેઇન દ્વારા આ લૉન્ચને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

ટીવીસીની લિંક: https://www.youtube.com/watch?v=d1Z5isPPT3I

ધારણાની પોસ્ટની લિંકઃ https://www.instagram.com/reel/DfpYXqES_ti/?exln=MXBub3hvbm9vdG1vcw==

ટીવીસી ક્રેડિટ્સઃ

  • ક્રિએટિવ એજન્સી: મેકકેન ઇન્ડિયા
  • પ્રોડક્શન હાઉસ: પિક્ચર પર્ફેક્ટ ફિલ્મ્સ
  • ડિરેક્ટર: મિલિન્દ ધૈમાડે
  • મુખ્ય ક્રિએટિવ ટીમ: ક્રિએટિવ – દિવ્યા ભાટિયા, જિયા મિનોચા; એકાઉન્ટ મેનેજમેન્ટ – સૌમ્યા શર્મા, તનિષા શર્મા

== સમાપ્ત ==

Related posts

Made-in-India Yamaha Ray ZR 125 witness robust sales performance in Europe  Around 13,400 units exported collectively in several European markets between Jan to July, 2024

Reporter1

પેટ્રોનાઝ લુબ્રિકન્ટ્સ ઇન્ડિયા અને ટાટા મોટર્સ સ્કેલેબલ યુઝ્ડ-ઓઇલ રિસાઈકલિંગ મોડેલનું પાઈલટ કરવા માટે સહયોગ કરે છે

Master Admin

ભારતીય બાંધકામ સાધન ઉદ્યોગે FY26માં સ્થિતિસ્થાપકતા દર્શાવી; નિકાસ 31.5% વધી, માળખાગત સુવિધાના અમલીકરણમાં મંદીના કારણે ઘરેલું માંગમાં 7%નો ઘટાડો થયો

Master Admin

Leave a Comment

Translate »