Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Gov. of GujaratGujarat

શ્રમિક પરિવારોને સુપર સ્પેશિયાલિટી સારવાર મળશે

ગુજરાત સરકારનો મોટો નિર્ણય

આ પહેલ લાખો શ્રમિકો માટે આર્થિક રાહત અને મજબૂત આરોગ્ય સુરક્ષા કવચ બનશે વધુ ૪૫ હૉસ્પિટલો સાથે MoUની પ્રક્રિયા ચાલી રહી છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૧૩ ઓગસ્ટ ૨૦૨૬ — રાજ્યના શ્રમિક પરિવારોને વધુ સારી, ગુણવત્તાસભર અને સમયસર આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી શ્રમ અને રોજગાર વિભાગ તથા કર્મચારી રાજ્ય વીમા નિગમ-ગુજરાતે(ESIC) એક નવી પહેલ કરી છે.

ESIC હેઠળ નોંધાયેલા વીમાધારક શ્રમિકો તથા તેમના આશ્રિત લાભાર્થીઓને ‘ટર્સરી કેર’ અને ‘સુપર સ્પેશિયાલિટી’ સારવાર ઉપલબ્ધ કરાવવા ૬ આરોગ્ય સંસ્થાઓ સાથે સમજૂતી કરાર(MoU) કરવામાં આવ્યા છે. સ્વસ્થ શ્રમિક જ મજબૂત અર્થતંત્ર અને રાષ્ટ્રનિર્માણનો આધાર છે.

જેથી, શ્રમિકોને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવતી આ પહેલ લાખો શ્રમિક પરિવારો માટે મજબૂત આરોગ્ય સુરક્ષા કવચ તેમજ મોટી આર્થિક રાહતનું માધ્યમ બનશે. આ પહેલથી હવે રાજ્યમાં ESIC હેઠળ નોંધાયેલા શ્રમિકો અને તેમના પરિવારને જરૂરિયાત મુજબ સુપર સ્પેશિયાલિટી હૉસ્પિટલોમાં અમર્યાદિત ખર્ચે સારવાર ઉપલબ્ધ થશે.

આ નેટવર્કમાં રાજ્યની અગ્રણી તબીબી સંસ્થાઓ જેવી કે યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર, જીએમઇઆરએસ હૉસ્પિટલ્સ, ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (જીસીઆરઆઈ), ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર અને એઇમ્સ રાજકોટ જેવી સંસ્થાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સમગ્ર ગુજરાતમાં વધુ ૪૫ હૉસ્પિટલો અને આરોગ્ય સંસ્થાઓ સાથે MoUની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે, જેના પૂર્ણ થયા બાદ ESICના લાભાર્થીઓ માટે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ટર્સરી કેર તથા સુપર સ્પેશિયાલિટી આરોગ્ય સેવાઓની ઉપલબ્ધતા વધુ સુદૃઢ બનશે.

શ્રીમદ રાજચંદ્ર હૉસ્પિટલ અને રિસર્ચ સેન્ટર, ધરમપુર, વલસાડ
શ્રીમદ રાજચંદ્ર સર્વમંગલ હૉસ્પિટલ અને સી. યુ. શાહ મેડિકલ કૉલેજ, સુરેન્દ્રનગર
શ્રી ગિરિરાજ હૉસ્પિટલ (શ્રી ગિરિરાજ લાઇફકેર પ્રાઇવેટ લિમિટેડનું એક એકમ), રાજકોટ
ગોકુલ લાઇફકેર પ્રાઇવેટ લિમિટેડ, રાજકોટ
એન. એમ. વિરાણી વોકહાર્ટ હૉસ્પિટલ લિમિટેડ
ડૉ. ભટ્ટ પેથોલોજી લેબોરેટરી, રાજકોટ

Related posts

મહેસાણા-અમદાવાદ હાઇવે પર જીવલેણ ગાબડાં પડ્યા

Master Admin

SAL હોસ્પિટલ, સાયન્સ સિટી દ્વારા ખાસ “સેકન્ડ ઓપિનિયન ક્લિનિક” ની જાહેરાત

Master Admin

ગુજરાત સરકારની મોટી જાહેરાત, ૪ જિલ્લાઓ દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા

Master Admin

Leave a Comment

Translate »