Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

અમેરિકામાં ભારતીયોને રોજગાર આધારિત ગ્રીનકાર્ડ હાલ મળશે નહીં

ભારતીયોને ઈબી-૨ વિઝા માટે વધારે રાહ જોવી પડશે

મલ્ટિનેશનલ કંપનીઓમાં કાર્યરત ભારતીયો સહિત વિદેશી નાગરિકોના વિઝા માટે કેનેડાએ કડક નિયમો બનાવ્યાં

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૪ ઓગસ્ટ ૨૦૨૬ — ઈબી-૨ કેટેગરીના વિઝા મેળવીને અમેરિકા જતાં ઉચ્ચ ડિગ્રીધારક ભારતીયો સહિત તમામ વિદેશી નાગરિકોને હવે વધુ એક વર્ષની રાહ જોવી પડશે. અમેરિકન સરકારે આ વર્ષે આ કેટેગરીના વિઝા અવેલેબલ ન હોવાની જાહેરાત કરી દીધી છે. કેનેડાએ પણ અમેરિકાની જેમ અમુક કેટેગરી વિઝાના નિયમો કડક બનાવી દેતાં હજારો ભારતીયો માટે કેનેડાના વિઝા મેળવવાનું મુશ્કેલ બનશે.અમેરિકન સરકારના કહેવા પ્રમાણે એમ્પ્લોયમેન્ટ બેઝ્‌ડ ગ્રીનકાર્ડ મેળવવા માટેની ઈબી-૨ કેટેગરી છે તેમાં આ વર્ષે જગ્યા નથી એટલે હવે આવતા નાણાકીય વર્ષથી નવી જગ્યા થશે ત્યાં સુધી આ કેટેગરીમાં અપ્લાય થઈ શકશે નહીં. ઈબી-૨ કેટેગરીમાં વિશેષ યોગ્યતા ધરાવતા વિદેશી નાગરિકોને સીધી એન્ટ્રી મળે છે. ભારતીયોમાં ઉચ્ચ અભ્યાસ કર્યા બાદ નિષ્ણાતોની કેટેગરીમાં અમેરિકા જવા માટે આ શ્રેણીના વિઝા ખૂબ પોપ્યુલર છે. અમેરિકન સરકારે કહ્યું હતું કે ભારતીયો માટે ચાલુ વર્ષે આ કેટેગરીના વિઝા અવેલેબલ નથી, કારણ કે અરજદારોની ઉચ્ચ ડિમાન્ડ હોવાથી આ વર્ષની જગ્યા ભરાઈ ગઈ છે. હવે આવતા નાણાકીય વર્ષથી નવેસરથી જગ્યા થશે ત્યારે અરજી કરી શકાશે.અમેરિકાના પગલે કેનેડામાં પણ ભારતીયો માટે વિઝાના નિયમો કડક બન્યાં છે. કેનેડાના ઈમિગ્રેશન વિભાગના કહેવા પ્રમાણે મલ્ટિનેશનલ કંપનીઓના આધારે જે વિઝા આપવામાં આવે છે તેની લાયકાતમાં ફેરફાર કરવામાં આવ્યાં છે. મલ્ટિનેશનલ કંપનીઓમાં કામ કરતાં કર્મચારીઓને કંપનીઓના લેટરના આધારે વર્ક પરમિટ મળતી હતી, પરંતુ હવે એ કેટેગરીમાં અરજી કરતાં અરજદારોએ કેનેડાની સરકારે નક્કી કરેલા માપદંડો પણ પૂરા કરવા પડશે. આ કેટેગરીના વિઝા ભારતીયોમાં ખૂબ લોકપ્રિય હતા. મલ્ટિનેશનલ કંપનીઓમાં કામ કરતાં ભારતીયોએ કેનેડામાં આ પ્રકારના વિઝા મેળવીને જતા હતા, પરંતુ હવે નવા નિયમોના કારણે ભારતીય પ્રોફેશનલ્સને ફટકો પડશે.

Related posts

AAPને ઝટકો, ૭ બળવાખોર સાંસદોના વિલયને મંજૂરી

Master Admin

કુમાર વિશ્વાસ, સત્યેન્દ્ર જૈન અને AAP નેતાઓની મુશ્કેલી વધી !

Master Admin

આંતરરાષ્ટ્રીય જાવા યેઝદી દિવસની 24મી આવૃત્તિ, સમગ્ર ભારતમાં 7500+ રાઇડર્સે વૈશ્વિક ઉજવણીનું નેતૃત્ત્વ કર્યું

Reporter1

Leave a Comment

Translate »